હળવદના જુના દેવળીયા ગામે ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

        હળવદના જુના દેવળીયા ગામએથી પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એકને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપીનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

        હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના દેવળીયા નજીકથી પસાર થતી કાર જીજે ૦૧ કેજી ૦૩૩૩ ને આંતરી તલાશી લેતા કારમાથી ઈંગ્લીશ દારૂ બોટલ ૧૯૨ કીમત રૂ ૫૭,૬૦૦ મળી આવતા પોલીસે દારૂ અને કાર સહીત કુલ રૂ ૫,૫૭,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી મેઘરાજસિંહ ટીકુભા ઝાલા રહે પાટડી જી સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધો છે જયારે આરોપી યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે જોટાણા જી. મહેસાણા વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat