Billboard ad 1150*250

મોરબીના ખેડૂતોને માત્ર બે હેક્ટર સહાય ક્રૂર મશ્કરી સમાન : ધારાસભ્ય મેરજા

ખેડૂતોની પરિસ્થિતિ સમજી સહાય આપવાની માંગ

0 132
Above Post Content

મોરબી જીલ્લાના તમામ પાંચ તાલુકામાં ઓછા વરસાદને પગલે પાંચેય તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી જરૂરી સુવિધા આપવાની માંગ છતાં મોરબી અને ટંકારાને અછતગ્રસ્ત જાહેર ના કરીને ખેડૂતોને બે હેક્ટર સુધી સહાયની જાહેરાત એ ખેડૂતોની મશ્કરી સમાન હોવાનું જણાવીને ધારાસભ્યએ પ્રહારો કર્યા હતા

Middle Post Content

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબી તાલુકામાં રૂ ૬૩૦૦ અને ટંકારા તાલુકામાં રૂ ૫૮૦૦ ની રાજ્ય સરકારે જાહેરાત કરી છે તે માત્ર ખેડૂતોની મશ્કરીથી વિશેષ કશું નથી ખેતી કેટલી મોંધી છે બે હેક્ટર સુધીની મર્યાદા એટલે ૧૩ વીઘાની જમીન ગણીએ તો એક વીઘે માત્ર રૂ ૧૦૦૦ સ્સહાય મળી ગણાય જયારે ખેડૂતોને સાતી હાંકવામાં વિધે ૧૦૦૦ નો ખર્ર્ચ થાય છે તેમજ મજુરી ખર્ચ, જંતુનાશક દવાનો ખર્ચ, મોંઘુ બિયારણ ખર્ચ અને રાસાયણિક ખાતર ખર્ચ મળીને એક વીઘે મગફળી કે કપાસ ઉત્પાદન કરવામાં ૫૦૦૦ થી વધુ ખર્ચ કરવો પડતો હોય છે ચાલુ વર્ષે વરસાદ ખેંચતા ખેડૂતોએ કરેલ ખર્ચ એળે ગયો છે

જેથી એક હેકટરે રૂ ૬૩૦૦ ની સહાય ચુકવતા પહેલા ખેડૂતોએ કરેલ ખર્ચ ગણતરીમાં લેવો જોઈએ પરંતુ સરકારે તેમ ના કરીને ખેડૂતોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ ઉભી કરી છે વળી જે સહાય ચુકવવાની છે તે માટે ખેડૂત ખાતેદારની પાસબૂકની નકલ અને ૮ અ માં નોંધણી જેવી બાબતો અને લેખિત અરજી કરવામાં નમુના પત્રકમાં કરેલ વાવેતરની વિગત પણ પેચીદી બની રહેશે જે જોતા અભણ ખેડૂતો માટે તો આવી સહાય ઠગારી નીવડશે આવી કળાકૂટમાંથી ખેડૂતોને મુક્તિ આપી હેક્ટર દીઠ રૂ ૧૦,૦૦૦ ની સહાય સમયસર આપવા ખેડૂતોના વ્યાપક હિતમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માંગ કરી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat