Billboard ad 1150*250

મોરબીની સાયન્સ કોલેજમાં ડોનેશનનો કાળા વાવટા ફરકાવી વિરોધ

0 37
Above Post Content

ડોનેશન ફરજીયાત ના હોવાનો સંસ્થાનો બચાવ

        મોરબીની એમ એમ સાયન્સ કોલેજમાં ઉઘરાવાતા ડોનેશનના વિરોધમાં આજે કોલેજના વિદ્યાર્થીઓએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો તો ડોનેશન મામલે સંસ્થાનો જવાબ સામે આવ્યો છે જેમાં ડોનેશન ફરજીયાત ના હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે

Middle Post Content

        મોરબીના નજરબાગ નજીક આવેલ સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ એમ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી ૧૦૦૦ રૂ ડોનેશન ઉઘરાવવામાં આવતું હોય જેના વિરોધમાં બે દિવસ પૂર્વે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને ડોનેશન પરત આપવા માટેના હુકમની માંગ કરી હતી તેમજ તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જોકે કોલેજના વિદ્યાર્થીઓનો પ્રશ્ન જેમનો તેમ છે ત્યારે આજે કોલેજના વિદ્યાર્થીઓ ફરીથી લડાયક મુડમાં આવી આજે કોલેજ ખાતે વિરોધ કર્યો હતો જેમાં કાળા વાવટા ફટકાવી વિરોધ કરાયો હતો તેમજ વિદ્યાર્થીઓએ જણાવ્ય હતું કે કોલેજ ટ્રસ્ટને બદલે સરકાર હસ્તક કોલેજ લેવામાં આવે અને તાકીદે નવી કોલેજ ફાળવવાની માંગ કરી હતી અન્યથા આગામી લોકસભા ચુંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

કોલેજના ખર્ચ માટે ડોનેશન લેવાય છે, ફરજીયાત નથી : સંસ્થા

        સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ એમ સાયન્સ કોલેજમાં ડોનેશન વિવાદમાં સંસ્થાએ જણાવ્યું હતું કે ડોનેશન ફરજીયાત નથી અને વિદ્યાર્થીઓને અપીલ કરીને કોલેજ ચલાવવા માટે લેવામાં આવે છે કોલેજમાં છ વર્ષથી સરકાર તરફથી પટ્ટાવાળા, ચોકીદાર, ઓફીસ સ્ટાફ અને મેથ્સ ટીચર આપ્યા નથી અને સંસ્થા સ્ટાફ સહિતનો ખર્ચ કાઢતી હોય જેથી કોલેજ ચલાવવા માટે ડેવલોપમેન્ટ ફી ફક્ત ૧૦૦૦ લેવામાં આવે છે જે અન્ય સેલ્ફ ફાયનાન્સ કોલેજની દ્રષ્ટીએ વ્યાજબી હોવાનું સંસ્થાએ જણાવ્યું છે        

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat