
રવિવારે યોજાનાર પોલીસ લોકરક્ષકની પરીક્ષા પૂર્વે જ પેપર લીક થયાને પગલે પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે પરીક્ષાર્થીઓમાં રોષ ફેલાયો છે તો આજે મોરબીના નગર દરવાજા ચોકમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો
મોરબી એનએસયુઆઈના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ નગર દરવાજા ચોકમાં લીક થયેલા પેપર ફાડી વિરોધ દર્શાવ્યો હતો તેમજ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા તેમજ સરકાર પેપર લીક કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે

ધારાસભ્ય મેરજાએ ઘટના પ્રત્યે આક્રોશ ઠાલવ્યો
પેપર લીકની ઘટના પ્રત્યે આકરી પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે પરીક્ષા મુલતવી રાખવાનો બનાવ ગુજરાતના જાહેર વહીવટના ઇતિહાસમાં કલંકિત બનાવ બન્યો છે લાખો ઉમેદવારોને આર્થિક નુકશાન થયું છે જેથી આવી સ્થિતિનું પુનરાવર્તન ના થાય તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે
