Billboard ad 1150*250

સંકલ્પ ! મોરબીના જીવાપર-ચક્મપર અને કેશવનગરના ગ્રામજનો વાવશે ઘરદીઠ એક-એક વૃક્ષ…

0 50
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

૧૦૦૦ જેટલા વૃક્ષોનું ચોમાસા પૂર્વે વાવેતર કરવાનો શુભ સંકલ્પ

Post ad 2

        હાલ સમગ્ર વિશ્વ ગ્લોબલ વોમીંગના ગંભીર પરિણામો ભોગવી રહી છે અને ગ્લોબલ વોમીંગ સામે એકમાત્ર લડત આપણે કરી શકીએ એ વૃક્ષારોપણની હોય જેથી મોરબી તાલુકાના ગામોમાં વૃક્ષારોપણ પ્રવૃતિને વેગ આપવા અનોખું અભિયાન ચલાવાઈ રહયું છે જેમાં મોરબીના ત્રણ ગામોમાં ગામના ઘરદીઠ એક એક વૃક્ષના વાવેતરનો સંકલ્પ કરવામાં આવ્યો છે

        મોરબીના સામાજિક અગ્રણી ડો. મનુભાઈ કૈલા દ્વારા ગામોમાં વધુને વધુ વૃક્ષોના વાવેતર થાય તે માટે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહયા છે અને સામાજિક અગ્રણીની અપીલ ગ્રામજનોને પણ અસર કરી ગઈ હોય તેમ તાજેતરમાં બેઠક યોજીને મોરબીના ત્રણ ગામોમાં ઘરદીઠ એક એક વૃક્ષનું વાવેતર કરીને તેની કાળજી લેવા માટે ગ્રામજનોએ સંકલ્પ લઇ લીધો છે મોરબી નજીક આવેલા જીવાપર ગામ તેમજ કેશવનગર ગામની બેઠક મળી હતી

જે અંગે માહિતી આપતા અરવિંદભાઈ કાલરીયા જણાવે છે કે કેશવનગર અને જીવાપર ગામની બેઠક મળી હતી જેમાં બંને ગામોના ઘરદીઠ એક એક વૃક્ષ વાવવાનું નક્કી કરાયું છે જેથી ૫૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે તો જીવાપર અને કેશવનગર ગામ ઉપરાંત મોરબીના ચકમપર ગામે પણ રાત્રીના મીટીંગ યોજવામાં આવી હતી

જે મીટીંગમાં પણ સામાજિક અગ્રણીએ કરેલી અપીલને પગલે ચકમપર ગ્રામજનોએ પણ ઘરદીઠ એક વૃક્ષના વાવેતરનો સંકલ્પ કર્યો છે જેથી ત્રણ ગામો ૧૦૦૦ જેટલા વૃક્ષો વાવીને ગ્લોબલ વોમીંગ સામે લડત આપશે તો આ અભિયાન માત્ર ત્રણ ગામો પુરતું સીમિત ના રહેતા આગામી દિવસોમાં અન્ય ગામો પણ અભિયાનમાં જોડાશે તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat