Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં મતદાન પૂર્ણ, જોકે કોણ હરશે અને કોણ જીતશેની ચારેકોર ચર્ચા

0 109
Above Post Content

ચુંટણી ફરજ નિભાવનાર સ્ટાફ પણ સતત કરી રહ્યો છે ચર્ચા

        લોકસભા ચુંટણીમાં ત્રીજા ચરણમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે અને ગુજરાતમાં સારું એવું મતદાન થયા બાદ હવે કોણ જીતશે અને કોણ હારશે તેવી ચર્ચાઓ શરુ થઇ ચુકી છે સાથે જ ચુંટણી કામગીરીમાં ફરજ બજાવનાર કર્મચારીઓ પણ આજે મતદાનના દિવસના અનુભવોની ચર્ચા સાથી કર્મચારીઓ સાથે કરતા જોવા મળ્યા હતા

Middle Post Content

        ગુજરાતની ૨૬ બેઠક માટે યોજાયેલ મતદાનમાં કચ્છ અને રાજકોટ લોકસભા બેઠક વચ્ચે વહેંચાયેલા મોરબી જીલ્લામાં સારું એવું ૬૫ ટકા જેટલું મતદાન થવા પામ્યું છે જેને પગલે રાજકોટ બેઠક પરથી ભાજપે મોહનભાઈ કુંડારિયા અને કચ્છ બેઠક પરથી ભાજપે વિનોદભાઈ ચાવડાને રીપીટ કરેલ હોય જયારે સામાપક્ષે કોંગ્રેસે રાજકોટથી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા જયારે કચ્છ બેઠક પરથી નરેશ મહેશ્વરીને મેદાને ઉતાર્યા હોય ચારેય નેતાઓના ભાવી ઈવીએમમાં કેદ થયા છે અને ઊંચું મતદાન ક્યાં પક્ષ તરફી થયું છે તેના સમીકરણોના ક્યાસ લગાવવામાં બંને પક્ષના આગેવાનો મથામણ કરી રહયા છે આમ તો મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરીના દિવસ સુધી ચુંટણી ફીવર ઘટી જતો હોય છે

જોકે ઊંચું મતદાન થવાને પગલે મોરબીમાં મતદાનના બીજા દિવસે પણ ચુંટણીની ચર્ચા જ જોવા મળી રહી છે આજે મોરબીની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજકીય આગેવાનો હોય કે પછી કર્મચારી હોય મતદાનના દિવસની જ ચર્ચા જામી હતી સૌ કોઈ એક જ ચર્ચા કરતા જોવા મળ્યા હતા રાજકીય પક્ષના આગેવાનો મતદાન મથક અને ગામડાઓની ગણતરી માંડીને હારજીતના અંદાજ લગાવતા જોવા મળી રહ્યા છે સાથે જ ચુંટણીમાં મતદાન મથકો સહિતની કામગીરી કરનાર કર્મચારીઓને થયેલા સારા અને નરસા અનુભવોની ચર્ચા સાથી કર્મચારીઓ સાથે જામી હતી અને ચુંટણીનો માહોલ અને ચર્ચા હજુ પણ મોરબીમાં ચરમસીમાએ જોવા મળી રહી છે તેમ કહી સકાય

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat