હળવદ નગરપાલિકાને ફાયર ફાયટર ફાળવવા નિયામક સમક્ષ રજૂઆત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હળવદ નગરપાલિકા પ્રમુખે સ્ટેટ ફાયર પ્રિવેન્શન

સર્વિસીસના નિયામકને પત્ર પાઠવી કરી માંગ 

        હળવદ શહેરના વિકાસને ધ્યાને લઈને તેમજ નજીકમાં આવેલ રાજ્ય ધોરીમાર્ગ અને નર્મદા કેનાલ સહિતના વિસ્તારમાં સર્જાતા અકસ્માતના બનાવોને પહોંચી વળવા માટે હળવદ નગરપાલિકાને ફાયર ફાયટર ફાળવવા માટેની માંગ કરી છે

        હળવદ નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ અને ચીફ ઓફિસર સાગર રાડિયાએ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના નિયામકને પત્ર પાઠવી જણાવ્યું છે કે હળવદ એ હળવદ તાલુકાનું મુખ્ય મથક છે હળવદ શહેરની હાલની વસ્તી ૪૦ હજારની છે તેમજ શહેરની નજીકથી ધ્રાંગધ્રા-માળીયા રાજ્ય ધોરીમાર્ગ તેમજ પાછળ નર્મદા કેનાલ ધરાવતું હોય દિવસે દિવસે વિકસતું અને વિસ્તરતું જાય છે.

રાજ્ય ધોરીમાર્ગની બંને બાજુએ છેલ્લા ઘણા વર્ષોથી વાણીજ્યક ઉદ્યોગો જેવા કે સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જીઆઈડીસી, માર્કેટિંગ યાર્ડ, ફેકટરીઓ અને જીનીંગ પ્રોસેસિંગ અને ઓઈલ મિલો આવેલ છે અને રહેણાંક ઝોન વધી ગયા છે આ નગરપાલિકા ક વર્ગની પાલિકામાં સમાવેશ કરેલ છે છતાં સરકાર દ્વારા નગરપાલિકાને આજદિન સુધી ફાયર ફાયટર ફાળવવામાં આવેલ નથી જેથી નગરપાલિકાને શહેરી વિસ્તાર કે આજુબાજુના વિસ્તારમાં આગના બનાવો સમયે મોરબી-ધ્રાંગધ્રા અને વાંકાનેર પાસેથી ફાયર ફાયટર મંગાવવા પડે છે

જેથી સમયના વ્યય ઉપરાંત અકસ્માત સ્થળે ફાયર ફાયટર મોડું પહોંચતા નુકશાન થાય છે જેથી હળવદ નગરપાલિકાને ફાયર ફાયટરની તાતી જરૂરિયાત હોવાથી મોટા અને નાના ફાયર ફાયટર ફાળવવા માંગ કરી છે 

Comments
Loading...
WhatsApp chat