Billboard ad 1150*250

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા દુર કરવા સૂચનો સાથે મુખ્યમંત્રીને રજૂઆત

વિશ્વ હિંદુ પરિષદ અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

0 243

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની રહી છે અને દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે જેને ધ્યાને લઈને સામાજિક અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા છે

વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરને જીલ્લો બનાવ્યા બાદ ટ્રાફિક સમસ્યા વધી રહી છે જેથી ટ્રાફિક સમસ્યા નિવારણ માટે સૂચનો આપ્યા છે જેમાં મચ્છુ નદી પર ચાર જગ્યાએ બેઠા પુલ બનાવવા જેમાં કાલિકા ઘાટથી મહાપ્રભુજી બેઠક, જુના સ્મશાન વીસીફાટકથી સામાકાંઠે અને ઉમા ટાઉનશીપ, રામઘાટથી સામાકાંઠે તેમજ ભડિયાદ રોડથી લીલાપર રોડને જોડતા બેઠા પુલ બનાવવા જરૂરી છે

રવાપર રોડથી સામાકાંઠે ટ્રાફિક અવરજવર રહે છે જે ટ્રાફિક રવાપર રોડથી લીલાપર રોડ થઈને સીધા જ સામાકાંઠે ડાયવર્ટ કરી સકાય તેમજ બાપુના બાવલા પાસે નટરાજ ઓવરબ્રીજ વહેલી તકે બનાવવો જરૂરી છે ઉમિયા ચોક શનાળા રોડ ફ્લાય ઓવર બ્રીજ વહેલી તકે બનાવવો જરૂરી છે ટ્રાફિક સમસ્યા માટે મીટીંગનું આયોજન કરવામાં આવે જેમાં માર્ગ અને મકાન વિભાગના એન્જીનીયર નગરપાલિકા ના એન્જીનીયરને હાજર રાખી કલેકટરના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાય જેમાં એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat