મોરબી જીલ્લાકક્ષાના કલા મહાકુંભમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો દબદબો

તાજેતરમાં મોરબી જીલ્લા કક્ષાના કલા મહાકુંભની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ કેટેગરીમાં વિજેતા બનીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે

        મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધા, સમૂહ ગીત તેમજ હાર્મોનિયમ સ્પર્ધામાં ભાગ લઈને પ્રસંશનીય પ્રદર્શન કર્યું હતું જેમાં હાર્મોનિયમ સ્પર્ધામાં ધોરણ ૧૨ ના વિદ્યાર્થી ફૂલતરીયા સમીર જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવીને ઝોન કક્ષા માટે પસંદગી પામેલ છે જે સિદ્ધિ બદલ શાળાના અગ્રણી કિશોરભાઈ શુક્લ સહિતના શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી છે 

Comments
Loading...
WhatsApp chat