Billboard ad 1150*250

મોરબીની ચાર પેઢીમાં જીએસટીના દરોડા, કરોડોની ટેક્સ ચોરી પ્રકાશમાં આવે તેવી સંભાવના

0 74
Above Post Content

Middle Post Content

રાજકોટ જીએસટી વિભાગ દ્વારા મોરબીના સિરામિક તેમજ અન્ય પેઢીઓમાં દરોડાની કાર્યવાહી કરવામ આવી રહી છે જેમાં તાજેતરમાં વધુ ચાર પેઢી દરોડા કરવામાં આવ્યા છે જેમાંથી હિસાબી સાહિત્ય સહિતનું રેકર્ડ જપ્ત કરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

મોરબીમાં તાજેતરમાં બોગસ બીલીગ કૌભાંડ ઝડપાયો હતું.જેમાં અનેક શખ્સોની ધરપડક કરીને તપાસ કરવામાં આવી રહી છે અને કરોડો રૂપિયાની જીએસટી ચોરી પણ બહાર આવી હતી. ત્યારે જીએસટી વિભાગ બોગસ બિલીંગ કૌભાંડને પગલે અચાનક જાગ્યું હતું. જેના અનુસંધાને રાજકોટના એસ.જી.એસ.ટી. વિભાગ દ્વારા ગઈકાલે મોરબીની ચાર પેઢીમાં દરોડા કરવામાં આવ્યા હતા. જેમાંથી હિસાબી રેકર્ડ કબજે કરાયું છે અને કરોડોની ટેક્સ ચોરી પ્રકાશમાં આવે તેવું સુત્રો દ્વારા જણવા મળ્યું છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat