રાજ્યના એસટી કર્મચારીઓના પડતર પ્રશ્ન મુદે આગામી માસથી વિરોધ પ્રદર્શન

રાજ્યના એસટી નિગમના કર્મચારીઓ નાણાકીય તેમજ અન્ય પ્રશ્નો મામલે કરેલી રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરાઈ ના હોય જેથી આગામી માસના પ્રારંભથી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું છે
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય ભારતીય મજદૂર મહાસંઘ દ્વારા જીએસઆરટીસી મધ્યસ્થ કચેરીના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે નીગમ કર્મચારીઓના નાણાકીય તેમજ અન્ય પડતર પ્રશ્નોનો નિવેડો હજુ સુધી આવ્યો નથી તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વાર કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળીના તહેવારોને અનુલક્ષીને ખાસ પેકેજની જાહેરાત કરેલ છે ત્યારે નીગમ કર્મચારીઓને પોતાના બાકી લેણા દિવાળી પહેલા ચૂકવી આપવા માંગ કરી છે અને માંગ નહિ સંતોષાય તો વિવિધ વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે
જે વિરોધ પ્રદર્શમાં તા. ૦૨ અને ૦૩ નવેમ્બરના રોજ દરેક કર્મચારી કાળી પટ્ટી ધારણ કરશે તા. ૦૪ થી ૦૬ સુધી ત્રણ દિવસ નિગમના દરેક કર્મચારી મધ્યસ્થ કચેરી સહીત દરેક વિભાગીય કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરશે અને તા. ૦૭ થી આશ્ચર્યજનક અને જલદ કાર્યક્રમ યોજાશે

Comments
Loading...
WhatsApp chat