હળવદ-ધાંગધ્રા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ

કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલના પ્રચાર કાર્યાલયને ખુલ્લું મુકાયું

કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલે તથા અન્ય આગેવાનો ની ઉપસ્થિત માં હળવદમાં ચુંટણી કાયાલૅય નો કર્યો પ્રારંભ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત પાલીકાના સભ્યો અને કાર્યકરો બહોળી સંખ્યામાં રહ્યા હાજર: દિનેશભાઈને જંગી લીડથી જીતાડવા કર્યું આહવાન

હળવદ-ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભાની પેટા ચૂંટણીના બ્યુંગલ ફુંકાઈ ગયા છે ત્યારે હળવદ ખાતે આજરોજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારની અધ્યક્ષસ્થાને ચૂંટણી કાર્યાલયનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હળવદ કોંગ્રેસ સમિતિના હોદેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હળવદ – ધ્રાંગધ્રાની ખાલી પડેલ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજરોજ હળવદ ડો બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે ચુંટણી કાયાલૅય નો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી અગ્રણીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. આ તકે દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૭માં આયાતી ઉમેદવાર હોવા છતાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જંગી લીડથી જીતાડી ધારાસભ્ય બનાવ્યા હતા. પરંતુ પોતાના અગંત સ્વાર્થ સાધવા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું દઈ ભાજપમાં જાડાઈ જઈ હળવદ – ધ્રાંગધ્રાની પેટા ચુંટણીમાં ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર બન્યા છે.

પરંતુ હળવદ – ધ્રાંગધ્રાની પ્રજા સાથે સાબરીયાએ જે દ્રોહ કર્યો છે તે જનતા સાંખી નહીં લે અને ર૩ એપ્રિલના રોજ જનતા પોતાની તાકાત બતાવી દેશે તેમ કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું હતું. આ તકે સનતભાઈ ડાભી, હળવદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ભીખાભાઈ પટેલ, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મનસુખભાઈ પટેલ, ડોક્ટર અનિલ પટેલ હેમાંશુ મહેતા, વાસુદેવભાઈ પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ખેર, દિનેશભાઈ મકવાણા , તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તેમજ પાલીકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. દિનેશભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને ફુલહાર પુષ્પની માળા અર્પણ કરી હતી ,

Comments
Loading...
WhatsApp chat