Billboard ad 1150*250

હળવદ તાલુકાના જુના રાયસંગપુરમાં વરસાદી પાણી હજુ પણ ભરેલા

0 27
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        હળવદ તાલુકાના જુના રાયસંગપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં ગ્રામ પંચાયતની અણઆવડતના કારણે છેલ્લા એક મહિનાથી ગામની વચ્ચે રસ્તામાં અને ખાનગી માલિકીના ખાલી પ્લોટમાં પાણી ભરાયેલા રહે છે. જેના કારણે મચ્છરો અને જીવજંતુઓ નો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના કારણે શહેરમાં રોગચાળો પણ વધી રહ્યો છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.

 આ સાથે જ પાણીમાં ગામની ભેંસો,  રેઢીયાળ ઢોર,  ભૂંડ કુતરાઓ ના મળમૂત્ર પાણી માં ભાડવાના લીધે પાણી દૂષિત અને દુર્ગંધ યુક્ત બની ગયુ  છે. જેના કારણે શાળાએ ભણવા જતા બાળકો અને વૃદ્ધો-અશક્તો ને વારંવાર મુશ્કેલી નો સામનો કરી પાણીમાંથી પસાર થવું પડે છે. જેના પરથી લાગી રહ્યું છે કે સરકારના સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમના લીરેલીરા ઊડી રહ્યા છે. જેથી તલાટી મંત્રીને લેખિતમાં રજૂઆત કરવા છતા તેમણે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી નથી. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સ્થાનિકો ઇચ્છી રહ્યા છે કે આ સમસ્યાનો વહેલામાં વહેલી તકે અંત આવે જેથી રોગચાળો ફેલાતો અટકી શકે.

Comments
Loading...
Share This
WhatsApp chat