Billboard ad 1150*250

રાજકોટ : વાણંદ પરિવારના યુવાનના અકસ્માત મૃત્યુ કેસમાં 87 લાખનું જંગી વળતર

0 105
Above Post Content

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

 

Middle Post Content

        રાજકોટમાં રહેતા વાણંદ પરિવાર ના યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયા કોર્ટે 87 લાખ રૂપિયા જેટલું વળતર મંજૂર કર્યું છે. ઘટનાની વિગત અનુસાર 5 ડિસેમ્બર 2012ના રોજ રાજકોટના અટિકામાં આવેલ નદીની ઈન્ડસ્ટ્રીઝના માલિક દિવ્યેશભાઈ રૂપાપરાની કાર લીમડીના બોળીયાના વળાંકમાં પલટી મારી જતા કારમાં બેઠેલા રાજકોટના વાણંદ પરિવારના એકના એક નિર્દોષ યુવાન સતિષભાઈ મનુભાઈ હિરાણીનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પહેલા મૃતક સતિષભાઈ હીરાની કે જેઓ મેટોડામાં આવેલા રેડરેન સોલાર હીટર ની કંપની માં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા અને તેમનો પગાર 28 લાખ રૂપિયા હતો. આમ મૃતકના વારસદારે સતિષભાઈ હીરાણીના મૃત્યુ બદલ વળતર મેળવવા માટે રાજકોટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. અરજદારના વકીલ શ્યામ જી. ગોહિલ રોકાતા તેમના દ્વારા રેડરેન સોલારના કર્મચારીને આવક બાબતે તપાસવામાં આવેલ અને તેમની જુબાની પરથી તેમજ તેઓની મજબૂત દલીલોને ધ્યાને રાખી કોર્ટે મૃતકને 28 લાખ અધર એકાઉન્ટ ધ્યાનમાં ન લઈ તેને બાદ કરી કુલ ૨૬ હજાર આવક ધ્યાનમાં લીધી હતી.

તેમજ મૃતકના માતાબે સંતાનો અને પત્ની સહિત ચાર ડિપેન્ડન્ટ ગણિ મૃતક નો પગાર ફિક્ષ હોવાથી મૃતકની કુલ આવક રૂપિયા 26000 ના 40% ભવિષ્યની આવકની નુકસાની ગણી મૃતકની ઉંમર 28 માં કુલ 56 લાખ 39 હજાર 200 રૂપિયા મંજૂર કર્યા હતા અને આ કેસમા છ વર્ષ અને બે માસ જેટલો સમય થયેલ હોવાથી જેટલા વર્ષના વ્યાજની રકમ ૩૧ લાખ 18 હજાર જેટલી થઈ હતી. આમ વ્યાજ સહિત કુલ ૮૭ લાખ રકમ એકમાં ઉપરોક્ત કારની વીમા ઇન્સ્યોરન્સ કંપની અરજદારને ચૂકવી આપવા હુકમ ફરમાવવામાં આવ્યો હતો.

અરજદારો વતી રાજકોટના એડવોકેટ રવિન્દ્ર ડી. ગોહેલ, કલ્પેશ કે વાઘેલા, શ્યામ જે ગોહિલ, ભાવિન આર પટેલ રોકાયેલ હતા

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat