Billboard ad 1150*250

કોરોના મહામારીને પગલે રાજકોટના સાંસદે ૧ કરોડની ગ્રાન્ટ ફાળવી

0 217
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ગ્રાન્ટમાંથી મેડીકલ સાધનોની સુવિધા પૂરી પાડવામાં આવશે

        કોરોના મહામારી વચ્ચે હાલ સરકાર તમામ કદમો ઉઠાવી રહી છે અને આરોગ્યની સેવાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેને પગલે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા એક કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે

        સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ માટે આરોગ્યની સારવાર માટેના મેડીકલ સાધનોની સુવિધા માટે એક કરોડની ગ્રાન્ટ ફાળવી છે જેમાં રાજકોટ અને મોરબી જીલ્લામાં તેમના મતક્ષેત્રમાં આવતા સરકારી દવાખાનામાં જરૂરી સાધનોની ખરીદી કરાશે

        જે ગ્રાન્ટ પૈકી મોરબી જીલ્લામાં મોરબી શહેરની સરકારી હોસ્પિટલમાં સાધન સામગ્રી માટે ૫ લાખ, મોરબી તાલુકા વિસ્તારના સરકારી દવાખાનામાં સાધનો માટે ૫ લાખ, ટંકારા તાલુકા વિસ્તારની સરકારી દવાખાના સાધન માટે ૫ લાખ, વાંકાનેર તાલુકાના સરકારી દવાખાનામાં સાધન સામગ્રી માટે ૫ લાખની રકમ ફાળવી છે જયારે રાજકોટ શહેરમાં સરકારી હોસ્પિટલ માટે ૫૦ લાખ જયારે પડધરી, રાજકોટ તાલુકા, લોધિકા તાલુકા, કોટડાસાંગાણી, જસદણ અને વીંછીયા સહિતના વિસ્તાર માટે ૫-૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat