Billboard ad 1150*250

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનો મોરબીમાં અભિવાદન સમારોહ યોજાયો

0 58
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પ્રજાપતિ યુવાને સાંસદને સ્મૃતિચિત્ર ભેટ આપ્યું

Post ad 2

        રાજકોટ લોકસભા બેઠક પરથી જંગી લીડ સાથે વિજયી બનેલા સાંસદ મોહનભાઈ કુંડારિયાનો અભિવાદન સમારોહ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો જે સમારોહમાં વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું

        મોરબીના ડ્રીમલેન્ડ ખાતે યોજાયેલ અભિવાદન સમારોહમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જ્યોતીસિંહ જાડેજા, હિરેન પારેખ, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયા, ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા, તેમજ અગ્રણી ઉદ્યોગપતિ પ્રવીણભાઈ ભાલોડીયા, વેલજીભાઈ પટેલ અને કેશુભાઈ રૈયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

            સમારોહમાં વિવિધ જ્ઞાતિ, સંસ્થા દ્વારા મોહનભાઈનું સન્માન કરાયું હતું તેમજ મકનસર ગામના પ્રજાપતિ યુવાન કમલેશ પ્રજાપતિએ રાયના દાણામાંથી બનાવેલ સ્મૃતિ ચિત્ર બનાવીને ભેટ આપી હતી તેમજ સિરામિક એસોના હોદેદારોએ પણ મોહનભાઈનું સન્માન કર્યું હતું સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે તેમજ બે વખત સાંસદ તરીકે જીતાડનાર મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજકોટને એઈમ્સની ભેટ મળી તે ઉપલબ્ધીની પણ વાત કરી હતી સાથે જ ૭૫ ટકાથી વધુ મતો મળ્યા હોય તેવા બુથ પ્રમુખના સન્માન કરવામાં આવ્યા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat