Billboard ad 1150*250

રાજકોટને એઈમ્સ મળતા જીલ્લા ભાજપ પ્રમુખે કેન્દ્ર-રાજ્ય સરકારનો આભાર માન્યો

0 135
Post ad 1

કોંગ્રેસના આક્ષેપો ખોટા સાબિત થયા, વિપક્ષ પર ચાબખા

Post ad 2

રાજકોટને એઈમ્સ મળવાની જાહેરાત કરી દેવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુશીની લહેર છવાઈ છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ સાંસાદનો આભાર વ્યક્ત કર્યો છે તો કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પિટલને મંજુરી આપવામાં આવેલ છે. રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું હબ છે. રાજકોટ ખાતે એઈમ્સને મંજુરી મળતા સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થશે. તેમજ રાજકોટ કોંગ્રેસના કેટલાક લોકો ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરતા હતા. પરંતુ એઈમ્સ મંજૂર થતાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો ખોટા સાબિત થયા છે. તેમજ સૌરાષ્ટ્રના લોકોની માંગણી હતી. જે માંગણી વડાપ્રધાન શાહેબ દ્વારા સંતોષકારક રીતે સ્વીકારી એમ્સ ને મંજૂરી આપવામાં આવેલ છે. જે બદલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા સમગ્ર મોરબી જિલ્લા ભાજપ પરિવાર વતી વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા, કચ્છ ના સાંસદ વિનોદભાઇ ચાવડાને આભાર સાથે અભિનંદન પાઠવવામા આવ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat