Billboard ad 1150*250

સુરેન્દ્રનગરમાં રોયોટીંગ અને મારામારીના આરોપીને રેંજ સ્પેશ્યલ સ્કવોડે ઝડપી લીધો

0 89
Post ad 1

        સુરેન્દ્રનગર જીલ્લાના સાયલામ રાયોટીંગ અને મારામારીના ગુન્હામાં સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ રેંજની નાસતા ફરતા સ્કવોડ ટીમ કાર્યરત હોય અને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે 

Post ad 3

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે જે સ્કવોડના પીએસઆઈ જે એસ ડેલાની ટીમના મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમારની ટીમે બાતમીને આધારે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ રાયોટીંગ અને મારામારીના બનાવમાં સવા વર્ષથી નાસતા ફરતા આરોપી દીલીપભાઇ મગનભાઇ સવુકીયા રહે સાયલા જી સુરેન્દ્રનગર હાલ રતનપર તા.વઢવાણ વાળાને સુરેન્દ્રનગર ફાયર સ્ટેશનના ગેઇટ પાસેથી ઝડપી લઈને સુરેન્દ્રનગર સીટી એ-ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat