Billboard ad 1150*250

મોરબીમાં આહીર સમાજ દ્વારા રેજાંગલા દિવસ આહીર શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરાઈ

0 304

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ તેમજ આહીર સમાજના યુવાનો દ્વારા રેજાંગલા દિવસ આહીર શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી

18 નવેમ્બર 1962 માં ભારત અને ચીન સામેના યુદ્ધમાં રેજાંગલા ની ઘાટીઓમાં કુમાઉં રેજીમેંટ ની ચાર્લી કંપનીના જવાનો તૈનાત હતા જેમાં 120 જવાનો એ ચીનના 1500 જેટલા સૈનિકોને મોતને ઘાટ ઉતારી શહીદી આપી હતી જે દિવસને આહીર શૌર્ય દિવસ તરીકે ઉજવાય છે ત્યારે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ અને આહીર સમાજના યુવાનો દ્વારા આહીર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ હતી

જે નિમિતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આહીર સમાજ વાડી નવલખી બાયપાસ ખાતે યોજાયો હતો જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી તેમજ સુરતના અકસ્માતમાં જે 11 લોકોએ જીવ ગુમાવ્યા તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમમાં કર્મચારી મંડળના સભ્યો તથા આહિર સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat