Billboard ad 1150*250

મોરબીમાં પર્યાવરણપ્રેમી સંસ્થાઓ દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે વિતરણ

0 78
Post ad 1

મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબીનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વિતરણ તા. ૦૯ ને રવિવારે સવારે ૯ થી ૧ સુધી સરદાર બાગ પાસે, શનાળા રોડ મોરબી ખાતે કરવામાં આવશે 

જેમાં નેચરલ વસ્તુઓ જેવી કે હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, હાથલા થોરનું શરબત, સિંધાલુણ નમક, દેશી ગોળ,ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો. આ ઉપરાંત ખેડૂત દ્વારા પાનેલીના કાચા-પાકા પપૈયા,આનંદી સંસ્થા દ્વારા ઓર્ગેનિક મગ,તલ અને દેશી બાજરો.લાલાવદરનાં ઓર્ગેનિક કાળા તલ, તલની સાની, તલનું તેલ, કઠોળ,મગ વગેરે રાહતદરે મળી રહેશે. વધુ માહિતી માટે જીતેન્દ્ર ઠક્કર મો.92285 83743નો સંપર્ક કરશો  (ચાલો પ્રકૃતિ તરફ વળીએ અને નિરોગી રહીએ )

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat