Billboard ad 1150*250

હળવદના સુરવદર ગામના ચકચારી હત્યા કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

0 128
Post ad 1

હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

        હળવદના સુરવદર ગામે હત્યા કેસમાં ઝડપાયેલ આરોપીએ મોરબીના ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને હાઈકોર્ટે શરતી જામીન મંજુર કરતા આરોપીનો છુટકારો થયો છે

Post ad 2

        હળવદના સુરવદર ખાતે તા. ૨૦-૧૧-૨૦૧૮ ના રોજ ફરિયાદી નિતેશભાઈ જસમતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે મરણ જનાર અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણીની દીકરી ખુશીની આરોપીના દીકરા અંકિતે બે દિવસ પહેલા છેડતી કરેલ હોય જે બાબતે ગુજરનારે આરોપીઓને ઠપકો આપેલ તે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી છાતીના ભાગે લાકડાના ધોકા વડે ઈજા કરતા મોત તઃયું હતું અને હળવદ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી જતીન મનસુખભાઈ દેસાઈની ધરપકડ કરી હતી અને આરોપીએ મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી

        જેમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે મરણ જનાર અશોકભાઈ સુરાણી આરોપી જાતિન દ્વારા ઈજા કરવાથી મરણ ગયેલ નથી આરોપીઓએ કોઈ ગુન્હો કરેલ નથી અને આરોપી નાની વયના છે જે ક્યાય નાસી જાય તેમ નથી વધુમાં નામ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના બેઇલ નોટ જેઈલના સિદ્ધાંતો રજુ કરી દલીલ કરેલ તમામ દલીલોના અંતે નામ. ગુજરાત હાઈકોર્ટે આરોપીને ૧૦ હજારના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે

        આરોપી તરફે મોરબીના વકીલ દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, પૂનમ અગેચણીયા, વિવેક વરસડા, જીતેન્દ્ર સોલંકી, સુનીલ માલકીયા, હિતેશ પરમાર, નિધિ વાઘડીયા અને રણજીત વિઠલાપરા રોકાયેલ હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat