મોરબીની આનંદનગર સોસાયટીમાં ભૂગર્ભના પ્રશ્ને ફરી લતાવાસીઓનો મોરચો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

રોગચાળો ફેલાવવાની વકી, પાલિકાને આવેદન પાઠવ્યું

        મોરબીની આનંદનગર સોસાયટીમાં ઉભરાતી ગટર અને ભૂગર્ભના પ્રશ્ને આજે લત્તાવાસીઓએ આ અંગે પાલિકા તંત્રને આવેદન પાઠવીને રોગચાળાની દહેશત વ્યક્ત કરીને તાકીદે પગલાની માંગ કરી છે

        મોરબીના આનંદનગર સોસાયટીમાં હનુમાનજી ડેરી વાળી શેરીના રહીશોએ આજે ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે તેના વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે અને ગંદા પાણીનો ભરાવી થાય છે સોસાયટીના પ્લોટમાં વરસાદના પાણીનો ભરાવો થતા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે તે ઉપરાંત રોડ રસ્તા તૂટી ગયા છે અને સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે અગાઉ પણ આ મામલે અનેક વખત રજૂઆત કરી છે છતાં કોઈ પગલા લેવાયા નથી વરસાદી પાણીના ભરાવાને લીધે રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે અને ડેન્ગ્યું તેમજ મેલેરિયા જેવી બીમારી ફેલાય તે પૂર્વે દવા છંટકાવ કરાય અને સફાઈ અંગે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat