Billboard ad 1150*250

મોરબીના ગોકુલનગર-વિવેકાનંદ સોસાયટીના રહીશોએ જાતે દબાણો હટાવ્યા, Video

0 119
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તંત્રએ કાર્યવાહી ના કરતા સ્થાનિકોએ જાતે દબાણો હટાવી દીધા

Post ad 3

        મોરબીના રવાપર રોડ પરની ગોકુલનગર સોસાયટી અને વિવેકાનંદ સોસાયટીના રસ્તા પરના વર્ષો જુના દબાણને હટાવવામાં તંત્રએ બેદરકારી દાખવી હોય તાજેતરમાં બંને સોસાયટીની મહિલાઓએ જાતે દબાણો હટાવી રસ્તો ખુલ્લો કર્યો છે

        મોરબીના રવાપર રોડ પર આવેલ ગોકુલનગર અને વિવેકાનંદ સોસાયટી વચ્ચેના રસ્તા પર દબાણો કરીને રસ્તો બંધ કરી દેવાયો હોય અને વર્ષોથી રહેલા દબાણ મામલે સ્થાનિકો રજૂઆત કરીને થાક્યા હતા છતાં તંત્રએ કોઈ દરકાર લીધી ના હતી જેથી બંને સોસાયટીની મહિલાઓએ જાતે જ દબાણો દુર કરવાનો નિર્ધાર કર્યો હતો અને મહિલાઓ રણચંડી બનીને મેદાનમાં આવી હતી અને જાતે જ દબાણો હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો

        સોસાયટીના રસ્તા પર દબાણને પગલે આ વિસ્તારના રહીશોને ફરીને જવું પડતું હતું જેથી સમયના વેડફાટ ઉપરાંત અન્ય પ્રશ્નો પણ સર્જાતા હતા જોકે તંત્ર પાસે નાગરિકોની સમસ્યાના ઉપાય માટે સમય ના હોય અનેક રજૂઆત છતાં તંત્ર જાગ્યું ના હતું જેથી મહિલાઓએ જાતે દબાણો હટાવ્યા હતા

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat