Billboard ad 1150*250

મોરબી-માળિયાના ધારાસભ્યની મહેનતને પગલે રોડ રસ્તાના કામો મંજુર

0 80
Above Post Content

જુદા જુદા રસ્તાના કામોના જોબ નંબર મેળવવા

ધારાસભ્યએ કરેલી મહેનત રંગ લાવી

Middle Post Content

        મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મત વિસ્તારના જુદા જુદા રસ્તાઓના કામો માટે રાજ્યના માર્ગ અને મકાન મંત્રી સમક્ષ અનેક રજુઆતો કરી અને તેની મહેનત રંગ લાવી છે અને વિવિધ રસ્તાના કામોના જોબ નંબર મળી ગયા છે જેના કામો શરુ કરવામાં આવી રહ્યા છે

        માળિયા તાલુકાના તરઘડી નાના ભેલના ૫ કિમી અંતરના નોન પ્લાનના કાચા રસ્તાને માટીકામ, મેટલ કામ, નાલા કામ સહીત ડામર રોડ કરવા રૂ ૨ કરોડ ૪૦ લાખના ખર્ચે જોબનંબર તેમજ ચાંચાવદરડાના નીરૂબેનનગરથી સ્ટેટ હાવીએ સુધીના એપ્રોચ રોડના ડામર કામ માટે રૂ ૨૫ લાખ મંજુર કરાવ્યા છે તે ઉપરાંત લવણપુરથી વર્ષામેડીનો ૨ કિમી રોડ રી સર્ફેસિંગ કરવા અને મજબુત બનાવવા ૮૦ લાખના ખર્ચે મંજુરી મેળવેલ છે ખાખરેચી કુંભારિયા રોડ ૬ કિમી બિસ્માર રસ્તો હોય જેને મજબૂતી કરણ એ રી સર્ફેસિંગ કામ માટે ૨ કરોડ રૂપિયા મંજુર થયા છે

        તે ઉપરાંત માળિયા નેશનલ હાઈવેથી ફતેપર એપ્રોચ રોડ ૧.૫ કિમીના કાર્પેટ તથા સીલીકોત કામ માટે ૩૦ લાખની ફાળવણીનો જોબ નંબર અને માળિયા સ્ટેટ હાઈવેથી ૨ કિમી અંતર ધરાવતા રોહીશાળા એપ્રોચ રોડને ૪૦ લાખના ખર્ચે BUSG કાર્પેટ કરાવવાનું કામ મંજુર થયું છે તેમજ મોરબી બાયપાસ રફાળેશ્વર રોડ ૭ મીઅરમાંથી ૧૦ મીટર પહોળો કરવા ૨૨ કરોડના ખર્ચે જોબ નંબર મેળવેલ છે આ  બધા રસ્તાના કામો અંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય અને આગામી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થાય તેવી તકેદારી રાખવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સુચના આપી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat