Billboard ad 1150*250

મોરબી અને રાજકોટ જીલ્લાના તાલુકાઓમાં ૨૬.૪૭ કરોડના રોડના કામો મંજુર

0 61
Post ad 1

રાજ્યના માર્ગ-મકાન મંત્રી દ્વારા રોડ મંજુર કરી જોબનંબર ફાળવ્યા

        રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા નીતિનભાઈ પટેલ દ્વારા મોરબી અને રાજકોટ જીલ્લાના મોરબી, ટંકારા, પડધરી અને રાજકોટ તાલુકાના ૨૬.૪૭ કરોડના રોડના કામો મંજુર કર્યા છે જેના જોબ નંબર ફાળવી દેવાયા છે

Post ad 3

        રાજ્ય સરકારે મંજુર કરેલ રોડના કામોમાં પડધરી, ટંકારા, મોરબી તાલુકાના ૧૦ કામો માટે ૧૬.૮૫ કરોડ ના કામો મંજુર કરાયા છે જેમાં ડામર કામ, સીસીરોડ, નાલા પુલિયાનો સમાવેશ થાય છે તે ઉપરાંત પડધરી તાલુકામાં ૧૧ કિમી રોડ રીસર્ફેસિંગ માટે ૪.૫૦ કરોડ ફાળવ્યા ચેહે તે ઉપરાંત મોરબી, રાજકોટ અને ટંકારા તાલુકાના કુલ ૧૮.૮૫ કિમી રોડના રીસરફેસિંગ અને મજબૂતીકરણ માટે ૫.૧૨ કરોડ એમ કુલ રૂ ૨૬.૪૭ કરોડના કામો મંજુર કર્યા છે

        મોરબી, ટંકારા તાલુકાના રોડના કામો માટે સતત પ્રયત્ન અને રજૂઆત કરનાર સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાએ ખુશી વ્યક્ત કરી છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat