Billboard ad 1150*250

મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા સંજયભાઈ પટેલને એવોર્ડ એનાયત

0 54
Above Post Content


મોરબીના હેડ કોન્સ્ટેબલનનું પોલીસ મહાનિર્દેશક દ્વારા સાયબર કોપ ઓફ ધ મંથના એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.મોરબી જીલ્લાના પોલીસ જવાનનું એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવતા તેમના પર શુભેચ્છાનો ધોધ વરસી રાહ્યો છે.

Middle Post Content

મોરબી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવતા સંજયકુમાર ઘનશ્યામભાઈ પટેલને સાયબર ક્રાઈમ ક્ષેત્રમાં જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન ક્રાઈમ ડિટેક્શન, પ્રિવેંશન અને અવેરનેસની શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝા દ્વારા સાયબર કોપ ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સંજયકુમાર પટેલે પોતાની સૂઝબૂઝથી શ્રેષ્ઠ કામગીરી કરી આ એવોર્ડ મેળવીને સમગ્ર મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. સંજયભાઈ પટેલને આ એવોર્ડ મળતા પરિવારજનો, મિત્રો, પોલીસ પરિવાર અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat