Billboard ad 1150*250

સાર્થક વિદ્યામંદિરમાં RTE અંતર્ગત વાલી મિટિંગ યોજાઇ

0 56
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

            સાર્થક વિદ્યામંદિર ખાતે રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીની સ્વાગત પરિચય બેઠક યોજવામાં આવી હતી સામાંકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિરમાં RTE મિટિંગનો હેતુ ખૂબ જ ઉમદા હતો. મિટિંગની શરૂઆતમાં વાલીને તિલક કરીને મોં મીઠું કરાવવામાં આવ્યું.

        શાળામાં અભ્યાસકાર્ય સાથે સંકળાયેલ શિક્ષિકા બહેનો, શાળાનો સ્ટાફ અને વાલીઓનો અરસપરસ પરિચય કરાવ્યા બાદ કિશોરશાળાની તમામ બાબતોથી વાલીઓને અવગત કરવામાં આવ્યા. શાળાના સંચાલક કિશોરભાઈએ આ મિટિંગને વાલી સાથે આત્મીયતા કેળવવામાં મહત્વની કડી ગણાવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી  મયુરભાઈ પારેખ, R.T.E. નોડલ ઓફિસર અશોકભાઈ વડાલીયા અને સમીરભાઈ દેત્રોજા તથા શૈલેષભાઇ ઉપસ્થિત રહ્યા હતા 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat