Billboard ad 1150*250

મોરબી નજીક આવેલ શિવનગર પ્રા. શાળાના વિદ્યાર્થીની NMMS પરીક્ષાના મેરીટ લિસ્ટમાં પસંદગી

0 190
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે નેશલન મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થઈ મેરીટ લિસ્ટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીઓને ધો. ૯ થી ૧૨ સુધીના અભ્યાસક્રમ દરમ્યાન દર માસે રૂ. 1000  શિષ્યવૃત્તિ એટલે કે કુલ 48000 જેટલી માતબર રકમ સરકાર તરફથી આપવામાં આવે છે.

તાજેતરમાં જ વર્ષે 2019 માં લેવાયેલ NMMS પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં મોરબી તાલુકાના શિવનગર ગામની સરકારી શિવનગર પ્રાથમિક શાળાના ધોરણ 8 નો વિદ્યાર્થી ગાંભવા સોહમ હિતેષભાઈ એ 150 ગુણ સાથે પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ રેન્ક મેળવેલ છે. આ તકે  શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat