Billboard ad 1150*250

આઈટીનું સર્ચ ઓપરેશન : ત્રણ દિવસમાં કરોડોના નહિ, અબજોના બેનામી વ્યવહારો ઝડપાયા

0 155
Above Post Content

૧૦૦ કરોડના બિનહિસાબી વ્યવહાર તપાસવા અધિકારીઓ

ઊંઘા માથે, ટ્રાન્સપોર્ટરોને ત્યાં જીએસટીના દરોડા

        મોરબીની બે સિરામિક કંપનીના વિવિધ ઠેકાણા પર ત્રણ દિવસ સુધી લાગલગાટ ચાલેલ સર્ચ ઓપરેશનમાં કરોડોના નહિ પરંતુ અબજોના બિનહિસાબી વ્યવહારો ખુલવા પામ્યા છે ત્યારે તમામ સાહિત્ય કબજે લઈને આઈટી વિભાગની ટીમે હવે આ વ્યવહારોની તપાસ આદરી છે તો સિરામિકમાં આઈટીના સર્ચ ઓપરેશન બાદ ટ્રાન્સપોર્ટરોને ત્યાં જીએસટીના દરોડાથી કરચોરોમાં દોડધામ મચી છે

Middle Post Content

        મોરબીના કોરલ સિરામિક અને કેપ્શન સિરામિક સહિતની ફેક્ટરી સહિતના વિવિધ સ્થળોએ આઈટીની અનેક ટીમોએ ત્રણ દિવસ સુધી ચલાવેલા ઓપરેશનમાં ૪.૮ કરોડની રોકડ ઉપરાંત ૨૬ બેંક લોકર સીલ કરવામાં આવ્યા છે તો ત્રણ દિવસના અંતે કુલ ૧૦૦ કરોડ જેટલો બિનહિસાબી વ્યવહાર અંગે ખુલાસો થયો છે જેમાં સોશ્યલ મીડિયા મારફત વિવિધ વ્યવહારો થયા હોય જે લેણદેણની વિગતો સહિતના મેસેજ વાળા મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા છે તો આઈટીની ટીમે હવે અબજોના બિનહિસાબી વ્યવહારોની તપાસ માટે ધમધમાટ શરુ કર્યો છે અને સર્ચ ઓપરેશન પૂર્ણ થવા આવ્યું છે જોકે અબજોના વ્યવહારોની તપાસમાં આઈટીની ટીમોને વ્યાપક તપાસ કરવી પડશે તો મોરબીના સિરામિક એકમોમાંથી કરોડોની ટેક્સ ચોરી ઝડપાઈ જતા હજુ આવી કાર્યવાહી સતત ચાલુ રહે તેવા ભયથી અનેક ઉદ્યોગપતિઓ ફફડી રહ્યા છે

મોરબીમાં ૧૦ ટ્રાન્સપોર્ટરોને ત્યાં જીએસટી ટીમ ત્રાટકી

        મોરબીના સિરામિક એકમોની કરચોરી ઝડપી લેવા આઈટી વિભાગના મેગા ઓપરેશનની પુર્ણાહુતી પૂર્વે જ જીએસટી ટીમ મોરબીમાં ત્રાટકી હતી જેમાં ૧૦ જેટલા ટ્રાન્સપોર્ટરોને ત્યાં હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી હતી અને કરચોરી પ્રકાશમાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે  

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat