Billboard ad 1150*250

રીયલ એસ્ટેટમાં જીએસટીના નિયમોની સમજ આપવા મોરબીમાં સેમીનાર, Video

0 72
Above Post Content

વડોદરાના જીએસટી નિષ્ણાંતે આપ્યું સચોટ માર્ગદર્શન

        જીએસટી લાગુ થયા બાદ નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે અને વારંવાર બદલતા નિયમોથી અસમંજસની સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે રીયલ એસ્ટેટમાં જીએસટીના નિયમોની સચોટ માહિતી અને માર્ગદર્શન આપવા માટે આજે મોરબીમાં સેમીનાર યોજવામાં આવ્યો હતો

Middle Post Content

        મોરબીના સીએ એસો દ્વારા આજે સ્વામીનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે જીએસટી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાથી જીએસટી નિષ્ણાંત સીએ અભય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સીએ અભય દેસાઈ જીએસટીને સરળ ભાષામાં સમજી સકાય તેવી પુસ્તકો પણ લખી ચુક્યા છે આજે મોરબી ખાતેના સેમીનારમાં નિષ્ણાંત અભય દેસાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જીએસટી અંતર્ગત આવતા કાયદા અને ટેક્સ માળખાની સમજ આપવામાં આવી હતી જેમાં હાલના અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગોમાં સરકારે જુના રેટ અને નવા રેટ બંને વિકલ્પ આપ્યા છે પરંતુ તેમાં જૂની ઈનપુટ ક્રેડીટ લેનારને રીવર્સ કરવી પડે તે અંગે સમજ આપી હતી

તેમજ રીયલ એસ્ટેટમાં બિલ્ડરોને નોન એફોર્ડેબલ એપાર્ટમેન્ટમાં ૫ ટકા અને એફોર્ડેબલ એપાર્ટમેંન્ટમાં ૧ ટકા જીએસટી ભરવાનું થાય છે ટેક્સ ક્રેડીટનો બેનીફીટ અગાઉ ગ્રાહકોને મળતો ના હતો અને જીએસટીને પગલે માર્કેટમાં પારદર્શકતા આવશે અને લાંબા ગાલે ગ્રાહકોને ફાયદો થશે તેમ પણ જણાવ્યું હતું સેમીનારને સફળ બનાવવા મોરબી સીએ એસોના કન્વીનર સીએ પ્રતિક રાજદેવ અને સહ કન્વીનર સીએ દીપક બકરાણીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat