Billboard ad 1150*250

મોરબીમાં સંસ્થાઓના સહયોગથી તંબાકુ નિષેધ અંગે સેમીનાર યોજાયો

0 94
Post ad 1

ટોબેકો કંટ્રોલ સોસાયટી અને ગ્રાહક સુરક્ષા મંડળનું આયોજન

        મોરબી જીલ્લા ટોબેકો કંટ્રોલ સોસાયટી તેમજ રાજકોટ અને મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે તમાકુ નિયંત્રણ અંગે સેમીનાર યોજાયો હતો જેમાં જીલ્લા કલેકટર, ડીડીઓ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી

        તમાકુ નિયંત્રણ સેમીનારમાં જીલ્લા કલેકટર આર જે માંકડિયા અને ડીડીઓ એસ એમ ખટાણાએ જણાવ્યું હતું કે માવતરથી પ્રેરાઈને સંતાનો વ્યાસન કરતા હોય છે જેથી  બાળકોને વ્યસનમુક્ત બનાવવા માટે માતા પિતાએ વ્યસનો ત્યજી દેવા જોઈએ વધુમાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે દીવ અને આબુ સૌરાષ્ટ્ર-ગુજરાત પર નભે છે વ્યસનોએ યુવાધનને બરબાદ કર્યું છે જેથી વ્યસનો પર સંપૂર્ણ અંકુશ જરૂરી છે

Post ad 2

        સેમીનારમાં ગ્રાહક સુરક્ષા મંડળના અગ્રણી રમાબેન રામજીભાઈ માવાણી, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, દોશી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ અનિલભાઈ મહેતા, પાલિકાના ઉપપ્રમુખ એમણાબેન મોવર, ભાજપ અગ્રણી ચંદુભાઈ હુંબલ, સીનીયર સીટીઝન મંડળ પ્રમુખ પ્રવીણભાઈ મહેતા, નલીનભાઈ ભટ્ટ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat