Billboard ad 1150*250

હળવદ બસ સ્ટેશન નજીક જુગાર રમતા સાત ઝડપાયા

0 51
Above Post Content

Middle Post Content

હળવદ બસ સ્ટેશન નજીક રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડતા સાત શકુનીઓને રોકડ રકમ ૧૫૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બસ સ્ટેશન નજીક આવેલ વિહાભાઈ ઝાંઝણભાઈ રબારીના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલ મયુર કિરીટભાઈ રબારી, કાત્ની નાનજીભાઈ પરમાર, પ્રમોદ ડાયાભાઇ પરમાર, સંજય મહીપતભાઈ પિત્રોડા, જયંતિ ભાનુભાઈ પરમાર, ભરત પ્રેમજીભાઈ પરમાર અને વિજય મનસુખભાઈ વાઘેલાને રોકડ રકમ રૂ.૧૫૨૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે વિહાભાઇ ઝાંઝણભાઈ રબારી નાશી છુટતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat