Billboard ad 1150*250

મોરબીની મુખ્ય માર્કેટ સહીત શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટર

0 47
Above Post Content

આજે પાલિકાએ બે ટોળા ઘસી ગયા, પાલિકાને શરમ ક્યારે આવશે ?

        મોરબી શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યા નાગરિકોથી લઈને વેપારીઓ સુધીનાને પરેશાન કરી રહી છે જોકે પાલિકામાં ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું બંને પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યા છે આજે મોરબી શહેરમાં ઉભરાતી ગટરના ઠેર ઠેર દ્રશ્યો જોવા મળ્યા હતા તો બે સ્થળેથી વેપારીના ટોળા પાલિકા કચેરી દોડી ગયા હતા જ્યાં ખાતરીના ગાજર પકડાવી દેવાયા છે

        મોરબીના નહેરુ ગેઇટ ચોક જ્યાં શહેરની મુખ્ય શાક માર્કેટ આવેલી છે જ્યાં ગટરના ગંદા પાણી ઉભરાવવાનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે તો છેલ્લા એક માસમાં વેપારીઓ અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે પરંતુ પાલિકા કચેરી દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જેથી આજે રોષે ભરાયેલું વેપારીનું ટોળું પાલિકા કચેરી દોડી ગયું હતું જોકે હમેશની જેમ પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર કચેરીએ હાજર ના હતા અને પાલિકાના કર્મચારી સમક્ષ વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો અને પોતાની માંગણીઓ રજુ કરી હતી શહેરની મુખ્ય શાક માર્કેટમાં ઉભરાતી ગટરથી વેપાર ધંધા ઠપ્પ છે અને ગ્રાહકો બજારમાં આવી સકે નહિ તેવી સ્થિતિ નિર્માણ પામી છે

Middle Post Content

        તે ઉપરાંત મોરબીના કલેકટર બંગલો નજીકના વિસ્તારમાં પણ ઉભરાતી ગટરની સમસ્યા રોજીંદી બની છે જે મામલે અગાઉ પણ પાલિકાને આવેદન પાઠવ્યા છતાં કોઈ નિવેડો આવ્યો ના હોય આજે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે વેપારીઓને સાથે રાખીને પહોંચ્યા હતા અને આઠ દિવસનું અલ્ટીમેટમ આપી દેવાયું છે તે ઉપરાંત શહેરના હાર્દ સમાં શનાળા રોડ પર સરદાર બાગ નજીક ગટર ઉભરાઈ ગંદા પાણી રોડ પર આવી ગયા હતા જોકે આ દ્રશ્યો જોઇને પાલિકા તંત્રને શરમ આવતી નથી અને આજે પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ના હોય, પાલિકાના કર્મચારીઓએ વેપારીના ટોળાને શાંત પાડીને ખાતરી આપી રવાના કર્યું હતું

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat