Billboard ad 1150*250

શકત શનાળા પ્લોટ શાળાના શિક્ષકને શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક એવોર્ડ એનાયત

0 47
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        તત્વજ્ઞાની અને રાષ્ટ્રપતિ શ્રી સ્વ.ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે.આ દિવસે શિક્ષક દ્વારા થયેલ બાળકના સર્વાંગીણ વિકાસ માટેના કાર્યો, શાળા વિકાસ માટેના કાર્યો, શિક્ષક દ્વારા થયેલ વિશિષ્ટ પ્રકલ્પો અને સંશોધનો, શિક્ષકનું સેવાકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન જેવા બિન્દુઓને ધ્યાને લઈ તેના શિક્ષકત્વને બિરદાવવા માટે તાલુકા, જિલ્લા,રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સરકાર દ્વારા નક્કી થયેલ જુદી જુદી કેડરના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અર્પિત કરવામાં આવે છે.

આ વર્ષે મોરબી તાલુકાની શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળાના શિક્ષક હર્ષદકુમાર તરશીભાઈ પટેલને શિક્ષક દિનના રોજ ગાંધીનગર મુકામે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકેનો એવોર્ડ રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પ્રાપ્ત થયો. આ એવોર્ડ પ્રાપ્ત કરી હર્ષદકુમાર ટી પટેલે પોતાની શાળા, ગામ, પરિવાર અને મોરબીના પ્રાથમિક શિક્ષણ અને શિક્ષક પરિવારનું નામ રાજ્યના પ્રાથમિક શિક્ષણ ફલક પર ઉજાગર કરી તેમના વતન રાજપર ગામ અને મોરબીનું નામ રોશન કરેલ છે. તેમના શિક્ષકત્વને વંદન અને અભિનંદન સાથે ચોમેરથી તેમને શુભેચ્છાઓ અર્પિત થઈ રહી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat