Billboard ad 1150*250

વાંકાનેરમાં મિલપ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઝડપાયા

0 183
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો            https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેરના મિલપ્લોટ ફાટક નજીક રહેણાંક મકાનમાં જુગાર રમતા છ શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ ડીવાયએસપી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર પી.આઈ. એચ.એન.રાઠોડની સુચનાથી પોલીસ સ્ટાફ નારણભાઈ લાવડીયા, કિરીટસિંહ ઝાલા, જનકભાઈ, પ્રતિપાલસિંહ વાળા, સંજયસિંહ જાડેજા, અરવિંદભાઈ ઓળકીયા અને શૈલેશભાઈ સોલંકી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના મિલ પ્લોટ ફાટક પાસે આવેલ રમેશચંદ્ર મગનલાલ શેજ્પાલના રહેણાંક મકાનમાં જુગાર રમતા રમેશચંદ્ર મગનભાઈ શેજ્પાલ, પ્રદીપભાઈ રમેશચંદ્ર શેજ્પાલ, નાનજીભાઈ પ્રાગજીભાઈ પંડિત, મુકેશભાઈ ઉર્ફે નીકો રમેશભાઈ ડાભી, સુનીલભાઈ શંકરભાઈ સારલા અને ગોપાલભાઈ રામસિંગભાઈ જીંજવાડીયાને રોકડ રકમ ૨૨,૧૦૦, મોબાઈલ નંગ-૪ કીમત રૂ.૩૫૦૦ અને ફોરવ્હીલ ગાડી કીમત રૂ.૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭૫,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat