બંધ એજ્યુકેશન હોસ્ટેલમાં જુગાર રમતા છ ઝડપાયા

0 52
Above Post Content

Middle Post Content

મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ એજ્યુકેશન હોસ્ટેલમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના તાલુકાના પીપળી ગામે આવેલ નિરંજન એજ્યુકેશન ટ્રસ્ટ નામની બંધ હોસ્ટેલમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પડતા ત્યાં જુગાર રમી રહેલા જયંતિ જેરામભાઈ પટેલ, કેશવ મુળજીભાઈ પટેલ, અમરશી હીરજી પટેલ, રજનીકાંત શિવલાલ પટેલ, વિમલ વલ્લભભાઈ પટેલ અને રઘુવીરસિંહ અનિરુદ્ધસિંહ ઝાલાને રોકડ રકમ ૪૨૦૦૦ તથા મોટર સાઈકલ નંગ-૨ અને મોબાઈલ નંગ-૫ એમ કુલ મુદામાલ ૭૮૧૦૦ સાથે મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat