Billboard ad 1150*250

ગરીબ બાળકોને નવું સ્ટેજ મળે-ટેલેન્ટેડ યુવાનોનો આત્મવિશ્વાસ વધે તે માટે હિમ ટોક શો કાર્યરત

0 161
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો

મોરબી: શહેરમાં ગરીબ બાળકોને નવું સ્ટેજ મળે અને ટેલેન્ટેડ યુવાનોનો આત્મવિશ્વાસ વધે તે માટે એક શો શરૂ કરાયો છે. જેનું નામ છે ‘Him Talk – The open mic show’. આ શૉમાં poetry, storytelling, Motivational speech ,standup comedy અને singingનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ શૉ માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

જેથી ગરીબ બાળકો પણ પોતાનું ટેલેન્ટ એક સ્ટેજ પર પરફોર્મ કરી શકે. આ પ્લેટફોર્મ થકી મોરબીના એક ગરીબ પરિવારના છોકરાએ પોતાના અવાજથી મોરબીવાસીઓનું દિલ જીતી લીધું છે. આ સાથે જ શહેરના અન્ય એક યુવક જીગર રામોલિયાએ પોતાની આગવી સ્પીચથી સૌને પ્રભાવિત કરી દીધા.

તો ઉમંગ કાલરિયા નામના યુવકે માત્ર 30 સેકન્ડ માં ઇન્ડિયાની તમામ ગાડી ના નામ બોલી સૌને ચકિત કરી દીધા હતા.

તો RJ નિરાલી એ પણ પોતાની આગવી બોલવાની છટાથી સૌ કોઈને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. આમ ગરીબ બાળકો અને યુવાનોને એક સ્ટેજ મળતા પોતે પોતાની કૃતિઓ લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે અને બીજી તરફ તેઓમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat