સરદાર પટેલ ન હોત તો સોમનાથ ભારતનો હિસ્સો જ ન હોત: અમિત શાહ

અમિત શાહે કહ્યું જૂનાગઢની બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠા

કોડીનાર: જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર કરવા કોડીનાર આવી પહોંચ્યા છે. અંબુજા રોડ પર તેનું સ્વાગત કરાયા બાદ બાઇક રેલી સાથે રોડ શો કરવામાં આવ્યો હતો. બાદમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીના કાર્યાલયને ખુલ્લું મુક્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. રોડ શો બાદ સભા યોજાઇ હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, સરદાર પટેલ ન હોત તો સોમનાથ ભારતનો હિસ્સો જ ન હોત.

સભા સંબોધનમાં અમિત શાહે કહ્યું કે અમે સ્પષ્ટ કર્યું છે કે ભાજપની સરકાર બનશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હશે, જ્યારે કોંગ્રેસ સહિત મહાગઠબંધનની સરકાર નેતા વગરની છે. જો અનાયાસે કોંગ્રેસની સરકાર બની તો તેમના વડાપ્રધાન રોજ અલગ અલગ હશે, જેમ કે સોમવારે માયાવતી, મંગળવારે ચંદ્રબાબુ નાયડુ, શનિવારે મમતા બેનર્જી અને રવિવારે દેશમાં રજા હશે.

અમિત શાહે મોદી સરકારની પાંચ વર્ષની કામગીરી પણ વર્ણવી હતી. તેઓએ કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 70 વર્ષમાં ગરીબી હટાવી શકી નહી, હવે રાહુલ ગાંધી શું ગરીબી હટાવશે, ગરીબી હટાવવાનું કામ મોદી સરકારે પાંચ વર્ષમાં કરી બતાવ્યું છે.

રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા: ભાષણમાં પુલવામાના આતંકી હુમલો અને શહીદોનો ઉલ્લેખ કર્યો. મોદીએ શહીદોના 13માના દિવસે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાન રોતું હતું. રાહુલબાબાને હસવું પણ આવતું નહોતું. પાકિસ્તાન જેવો માહોલ કોંગ્રેસ ઓફિસમાં હતો. રાહુલબાબા તમારે આતંકવાદીઓ સાથે ઇલુ ઇલુ કરવું હોય તો કરો પાકિસ્તાનથી જવાબ આવશે તો અહીંથી જવાબ તોપથી જ આપીશું. મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે. ભાજપના એક એક કાર્યકરમાં જીવ છે ત્યાં સુધી કાશ્મિરને ભારતથી કોઇ અલગ નહીં કરી શકે.

Comments
Loading...
WhatsApp chat