Billboard ad 1150*250

મોરબીમાં દેશભરના ૧૫૦ કુંભાર કારીગર બનાવી રહ્યા છે મહાત્મા ગાંધીની પ્રતિમા

0 52
Above Post Content

દિલ્હી કોર્પોરેશન માટે ૧૫૦ ચોરસ મીટરનું મ્યુરલ થઇ રહ્યું છે તૈયાર 

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં દેશના વિવિધ રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાંથી ૧૫૦ કુંભાર કારીગરો દ્વારા મોરબીની માટીમાંથી કુલ્લ્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે

Middle Post Content

જે ૭૦૦૦ કુલ્લડમાંથી ન્યુ દિલ્હી મ્યુનીસીપલ કોર્પોરેશન બિલ્ડીંગ પર ૧૫૦ ચોરસ મીટર ગાંધીજીનું મ્યુરલ (પ્રતિમા) બનાવવામાં આવશે ખાદી ગ્રામ ઉદ્યોગના ચેરમેન વિનયકુમાર સક્સેના માહિતી આપતા જણાવે છે કે મોરબીની માટીમાંથી દેશભરના કુંભાર કારીગરો કુલ્લ્ડ તૈયાર કરી રહ્યા છે જે કુલ્લ્ડ તૈયાર થયા બાદ તેને હાઈ ટેમ્પરેચરમાં ગ્લેઝ થયા બાદ તેની આયુષ્ય વધી જશે અને ચાલુ માસના અંત સુધીમાં તૈયાર થયેલ ગાંધીજીનું મ્યુરલનું ઉદ્ઘાટન કરવામાં આવશે તો લેહ લદાખથી ખાસ પધારેલા કુંભાર કારીગર જણાવે છે કે હાલ બર્ફબારીને કારણે રસ્તો બંધ હોવા છતાં અનેક મુશ્કેલીઓ વેઠીને તેઓ આવ્યા છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું માટીમાંથી મ્યુરલ તૈયાર કરવાની ટીમનો તેઓ હિસ્સો હોય જે ગર્વની બાબત હોવાનું જણાવ્યું હતું

 સમગ્ર ભારતમાંથી જેવા કે, લેહ-લડાક,ચંદીગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાતના મળીને ૧૫૦ માટીકલાના કારીગરો પસંદ કરવામાં આવેલ છે. જે કારીગરો ૭૦૦૦ જેટલા માટીના કુલ્લડો બનાવી અને તેને હાઈ ટેમ્પરેચરે પકાવી દિલ્હી ખાતે   રાષ્ટ્રપિતાના શ્રધ્ધાંજલી કાર્યક્રમ માટે મોકલાવામાં આવશે.

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat