Billboard ad 1150*250

વાંકાનેરમાં ધોરણ ૧૨ ની પરીક્ષામાં સપ્લીમેન્ટરી ના આપીને કારકિર્દી સાથે ચેડા

0 74
Above Post Content

વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું       

હાલ રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં વાંકાનેરમાં એક શાળામાં વિદ્યાર્થીનીઓને સપ્લીમેન્ટરી નહિ આપવાનો વિવાદ સર્જાયો છે જે મામલે આજે વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું

Middle Post Content

જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ગત તા. ૧૧ ના રોજ વાંકાનેરની કે કે શાહ સ્કૂલમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એસપી સીસી ના પેપરમાં સ્થળ સંચાલક અને સુપરવાઈઝર દ્વારા સપ્લીમેન્ટરી નહિ આપીને વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરાયા હતા સ્થળ સંચાલક અને સુપરવાઈઝર ડાઈબેન ચૌધરી દ્વારા વિદ્યાર્થીનીઓને માનસિક ત્રાસ અપાયો હતો પરીક્ષા દરમિયાન સપ્લીમેન્ટરી માંગતા ડાઈબેન ચૌધરી દ્વારા નહિ આપીને બિનજરૂરી પૂછપરછ કરી હતી તેમજ બોર્ડના નિયમ વિરુદ્ધ ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનીઓની ઉતરવહી ચેક કરી હતી તેમજ વિદ્યાર્થીનીઓને સ્પષ્ટ ધમકી આપેલ કે લખાણ છુટું છુટું લખવાનું નથી તેમજ સ્થળ સંચાલક દર્શનાબેન જાનીએ ડાઈબેન ચૌધરીને પુરેપુરી મદદ કરેલ અને પરીક્ષા બાદ વાલીઓ રજૂઆત કરવા જતા ઉદ્ધતાઈથી વતન કરી વાલીઓને હડધૂત કરી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેવાની ધમકી આપી હતી જેથી વાલીઓએ આવેદન પાઠવીને પરીક્ષા સમયના સીસીટીવી ફૂટેજ મંગાવી ચકાસણી કરવામાં આવે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે

સ્થળ સંચાલક અને સુપરવાઈઝરને હટાવવાની માંગ

        આવેદનમાં વધુમાં જણાવ્યું છે કે સ્થળ સંચાલક તેમજ સુપરવાઈઝરને તાત્કાલિક પરીક્ષા સ્થળ પરથી દુર કરવામાં આવે તેવી અન્યથા અમારા સંતાનો આ પરીક્ષા સ્થળ પર આગામી પેપર આપવા નહિ જાય તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat