Billboard ad 1150*250

ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી

0 130
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરીથી માહિતગાર કરવા માટે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એસપી કચેરીની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું

        મોરબી રવાપર-ઘુનડા રોડ પર આવેલી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં બાળકોને કચેરી હેઠળ આવતી શાખામાં એસસી એસટી કચેરી, એલસીબી, એસઓજી, એમઓબી, એલઆઈબી, રીડર શાખા, સીટી ટ્રાફિક શાખા, કોમ્પ્યુટર શાખા, અરજી શાખા, ટેકનીકલ સેલ, આર એસ આઈ કચેરી, હથિયાર વિભાગ, વાયરલેસ ઓફીસ, એમટી વિભાગ, પોલીસ કંટ્રોલ રૂમ, સીવીલીયન સ્ટાફની ઓફીસના અને પોલીસના કાર્યોથી માહિતગાર કરવામાં આવ્યા હતા

        બાળકોને પોલીસ પ્રજાનો મિત્ર ચ તેમ સમાજ આપીને પોલીસથી ખોટી રીતે ભયભીત થવું નહિ અને મુશ્કેલીના સમયે પોલીસની સહાય લેવી સાથે પોલીસને કેવી રીતે મદદરૂપ થઇ સકાય, બાળકોને પોતાની ભવિષ્ય કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ પોલીસ મદદ માટેના ટોલ ફ્રિ નંબર ૧૦૦ તથા ૧૮૧ થી વાકેફ કરવામાં  આવ્યા હતા ૭૦ થી ૮૦ વિદ્યાર્થીઓએ જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા સાથે વાતચીત કરી હતી અને મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat