Billboard ad 1150*250

ઓમ વીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ શ્રીમદ્ રાજચંદ્રની જન્મભૂમિની મુલાકાત લીધી

0 97
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        હાલના સમયમાં જયારે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ ભારત દેશમાં જોવા મળી રહ્યો છે અને યુવાધન પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને ભારતના મહાપુરુષોના જીવન ચરિત્ર વિષે જાણકારી મળે અને આધ્યાત્મિકતાના દર્શન થાય તેવા હેતુથી તાજેતરમાં વવાણીયા ગામમાં શ્રીમદ રાજચંદ્રની જન્મભૂમિની મુલાકાતનું આયોજન કરાયું હતું

મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની જન્મભૂમિ વવાણીયા ગામની મુલાકાતનુ આયોજન કરવામા આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને શ્રીમદ્ રાજચંદ્ર તેમજ મહાત્મા ગાંધીજીના જીવનચરિત્રનુ જ્ઞાન પ્રદાન કરવામા આવ્યુ હતુ. તે ઉપરાંત વિદ્યાર્થીઓએ વિવિધ આધ્યાત્મિક પુસ્તકો વિશે માહીતી પ્રાપ્ત કરી હતી.

        આ તકે સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા ઉપરાંત સમગ્ર શૈક્ષણીક અને બીનશૈક્ષણીક સ્ટાફે વિદ્યાર્થીઓને જીવનમા આધ્યાત્મિકતાના મહત્વ વિશે માર્ગદર્શન આપી બિરદાવ્યા હતા.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat