Billboard ad 1150*250

સાર્થક વિદ્યામંદિરના વિધાર્થીઓની ખેલમહાકુંભની ચેસ સ્પર્ધામાં જિલ્લાકક્ષા માટે પંસદગી

0 40
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

          રમત-ગમત,યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-2019 તાલુકાકક્ષાની ચેસ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના ખેલાડીઓએ જિલ્લાકક્ષા માટે  સ્થાન પ્રાપ્ત કર્યું.

જેમાં અંડર-14 માં બંસોડે હષિઁદા , ધ્રાંગધરીયા કિંજલ, કાથરાણી સાક્ષી તેમજ અંડર -17 માં રવેશિયા વિશ્વા અને વૈષ્ણવ મિલન તમામ ખેલાડીઓની જિલ્લા કક્ષા માટે પસંદગી થઈ છે તેમ સાર્થક વિદ્યામંદિરના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું. પસંદગી થયેલ  ખેલાડીઓ જિલ્લાકક્ષાએ ભાગ લેશે આ સિઘ્ઘી બદલ સાર્થક પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ શુક્લએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
Share This
WhatsApp chat