સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ બીડીવીઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

0 12
Above Post Content

પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની માહિતીમેળવી

        મોરબીની પ્રખ્યાત સાર્થક વિદ્યામંદિરના ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ મોરબી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. P.I. આઈ.એમ.કોંઢીયાએ વિદ્યાર્થીઓ સાથે મૈત્રીસભર અને માહિતીપૂર્વકનો વાર્તાલાપ કર્યો. જેમાં તેની સાથો-સાથ  P.S.I જાડેજા   અને કોન્સ્ટેબલ ભાનુભાઈ બલાસરા અને ચંદુભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને નખશીખ માહિતી પ્રદાન કરેલ.

Middle Post Content

જેમાં પોલીસની કામગીરી, P.S.O. ઓફિસની માહિતી, લોક-અપ અને જેલ ની માહિતી, ઈલેક્ટ્રીક રૂમ, કોમ્પ્યુટર રૂમ, ઈન્ટ્રોગેશન/ઇન્વેસ્ટિગેશન મોબાઈલ/F.P. ક્રાઈમ રૂમ,ક્રાઈમ રાઈટર હેડની મુલાકાત, વહીવટી કામગીરી પોલીસ કોન્ફરન્સ/મિટિંગરૂમની મુલાકાત, હથિયારોની વિગતવાર માહિતી તથા ઉપયોગ વગેરેનીખૂબ જ રસપ્રદ માહિતી પૂરી પાડેલ હતી. અંતમાં વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરીનાસંતોષપૂર્વક જવાબ પુરા પાડેલ હતા. આ મુલાકાતના અંતે બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથીવિદ્યાર્થીઓને મોં મીઠુ કરી શિક્ષણ ઉપયોગી ભેટ આપવામાં આવેલી. આમ, આ શૈક્ષણિક મુલાકાત યોજવા માટે અનુમતી અનેમાહિતી આપવા બદલ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈશુક્લએ સમગ્ર બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નો આભાર વ્યક્ત કર્યો છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat