Billboard ad 1150*250

મોરબીની આર્ટસ કોલેજમાં રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

0 66
Post ad 1

        શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ એન મહેતા આર્ટસ કોલેજમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાયામ, યોગ, ખેલ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી

   કોલેજમાં બહેનોની ચેસ સ્પર્ધામાં આચાર્ય ભાગ્યશ્રી વિજેતા થયેલ જયારે ભાઈઓમાં પરમાર ભાવેશ વિજેતા બનેલ તે ઉપરાંત કેરમ સ્પર્ધામાં સુમરા આદમ અને ઢવાણીયા રાહુલ વિજેતા બન્યા હતા રમતોત્સવમાં ભાઈઓ અને બહેનોની ૧૦૦ અને ૨૦૦ મીટર દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ભાઈઓની ૧૦૦ મીટર દોડમાં પ્રથમ ધરેજીયા કિશન, દ્વિતીય સોસા મનસુખ અને તૃતીય ક્રમે બાવડા મેહુલ વિજેતા બન્યા હતા તેમજ ૨૦૦ મીટર ભાઈઓની દોડમાં સોસા મનસુખ પ્રથમ, દ્વિતીય ક્રમે કિશન ધરેજીયા અને તૃતીય ક્રમે ડામોર જયેશ વિજેતા બન્યા હતા

        જયારે ૧૦૦ મીટર દોડમાં બહેનોમાં હડીયલ રસીલા પ્રથમ, પરમાર શીતલ દ્વિતીય અને ચાવડા વર્ષા તેમજ પાંડવદા જાગૃતિ તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા અને ૨૦૦ મીટર દોડમાં પ્રથમ હડીયલ રસીલા, દ્વિતીય બાબરિયા સોનલ અને પરમાર શીતલ તૃતીય ક્રમે વિજેતા જાહેર કરાયા હતા સ્પર્ધામાં ભાગ લેનાર દરેકના કોલેજ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat