મોરબી જીલ્લા પંચાયતના સ્વ ભંડોળમાંથી વિકાસકાર્યો માટે સદસ્યો પાસેથી સૂચનો મંગાવ્યા

૨૦ લાખની મર્યાદામાં રહીને સૂચનો આપવા પ્રમુખનો પત્ર

0 37
Above Post Content

મોરબી જીલ્લા પંચાયત દ્વારા સ્વ ભંડોળમાંથી વિકાસ કાર્યો કરવા માટે તમામ સદસ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે અને ૨૦ લાખની મર્યાદામાં રહીને સૂચનો તા. ૧૦ સુધીમાં રજુ કરવા જણાવ્યું છે

Middle Post Content

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા પંચાયતના સદસ્યોને પત્ર લખીને વિકાસકાર્યો માટે સૂચનો મંગાવ્યા છે જેમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકા બનાવી ભૂગર્ભમાં જળસંચય કરવા, પીવાના પાણીની લાઈન, ભૂગર્ભ ગટર, ગ્રામ્ય એપ્રોચ રોડ, ગ્રામ પંચાયત વિસ્તારમાં વીજળીકરણની સુવિધા (એલઇડી લાઈટ), સીનીયર સીટીઝનને બેસવા માટે વન કુટીર અને વન કુટીરમાં બાંકડા, પક્ષીઓ માટેનું ચબુતરો, બે ગામોને જોડતા રસ્તાઓ વચ્ચેના પુલિયા-નાલા, સાર્વજનિક રસ્તાઓ, તળાવ કિનારે વનીકરણ તથા પ્લાન્ટેશન, વીજળીકરણને લગતી બિનપરંપરાગત ઉર્જાના સાધનો અને સૂર્યશક્તિથી સામુહિક રીતે ફાયદો થઇ સકે તેવા કામો (સોલાર લાઈટ સિવાયના) અંગે સૂચનો આપવા જણાવ્યું છે

તે ઉપરાંત ગ્રામ પુસ્તકાલયો બનાવવા અને નિભાવવા, સીસીટીવીના માધ્યમથી સિક્યુરીટી સીસ્ટમ, ઘનકચરા માટે કમ્પોસ્ટીંગ સાઈટ બનાવવી અને ઘન કચરાના નિકાલની વ્યવસ્થા, ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામ હાટ બનાવવા, આંગણવાડીના મકાન અને શાળાના ઓરડા બનાવવા, તેમજ બગે કરતા વધુ ગામોના જૂથ માટે પીવાના પાણીના પુરવઠાનો પ્રબંધ કરવા સહિતના કામો અંગેના સુચ્નોં મંગાવવામાં આવ્યા છે જે કામો ૨૦ લાખની મર્યાદામાં રહીને સૂચનો આપવા અને તા. ૧૦ સુધીમાં રજુ કરવા માટે અપીલ કરવામાં આવી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat