Billboard ad 1150*250

ટકાઉ કૃષિ પદ્ધતિ દ્વારા ઓછા ખર્ચે બોર અથવા કુવો રીચાર્જ કરવાની કૃતિ રજુ કરાઈ….

0 47
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ટકાઉ કૃષિ પદ્ધતિ દ્વારા ઓછા ખર્ચે બોર અથવા કુવો કેવી રીતે રીચાર્જ કરી શકાય તે માટે કાલારીયા રાધે મુકેશભાઈ અને મેથાણિયા રાજ શૈલેષભાઈએ કૃતિ રજૂ કરી છે. જેમાં તૈયાર કરવાની પદ્ધતિ, તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, કૃતિ બનાવવા પાછળનો હેતુ અને તેની શું ઉપયોગીતા છે. તે અંગે જણાવ્યું છે.

Post ad 3

આ મોડલની આપણે વિસ્તારપૂર્વક વાત કરીએ તો રાધે અન રાજે બનાવેલી કૃતિ બનાવવા પાછળનો હેતુ એ છે કે ભુગર્ભ જળ ઉંચા લાવવા માટે તથા વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કુવા અને બોર રીચાર્જ કરવા. આ કૃતિનો સિદ્ધાંત છે. કે વહી જતા પાણીનો બકનળીથી કુવા કે બોરને રીચાર્જ કરી સંગ્રહ કરવો

આ મોડલ બનાવવા માટે ફાઈબર સીટ, PVC પાઈપ, સોલ્યુશન, વાલ્વ, ફુટવાલ, એલ્બો, ટી અને ઈલેક્ટ્રીક મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તેની તૈયાર કરવાની પદ્ધતિ પર નજર કરી એ તો સૌ પ્રથમ ફાઈબર સીટ લઈ ખેતરનો આકાર બનાવી બાજુમાં પાણીનુ વહેણ કે નદી બનાવો. જેમાં ઈ-મોટરથી પાણી વહેવડાવવાનું છે. ખેતરના ખુણે બોર કે કુવો PVC પાઈપથી બનાવો. પાણી સંગ્રહ માટે બેરલ બનાવવું. બકનળીનો એક છેડો નદીમાં અને બીજો કુવામાં કે બોરમાં રાખવો.

હવે આ મોડલની ઉપયોગીતા પર વાત કરવામાં આવે તો ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં રહે તે માટે વહી જતા પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા ફરી સરલતાથી ઉપયોગ કરી શકાય. આ સાથે જ ખેતીમાં મબલક ઉત્પાદન પણ લઈ શકાય.

આમ આ કૃતિ બનાવવા પાછશ રાજ અને રાધેનો હેતુ એ છે કે વહી જતા પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય અને વર્ષ દરમિયાન આપણે કોઈ પણ પાક સરળતાથી લઈ શકીએ.

Comments
Loading...
Share This
WhatsApp chat