
ટંકારા ૧૦૮ ટીમે ઈજાગ્રસ્ત દર્દી પાસેથી મળી આવેલ ૩૦ હજાર રોકડ અને મોબાઈલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે
ટંકારાના છતર અને મીતાણા ગામ વચ્ચે રોજડા સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકસવાર યુવાન બેભાન થતા ૧૦૮ ટીમના ઇએમટી ઇકબાલભાઈ ચુડેસરા અને પાઈલોટ છેલુભાઈ સંઘાણીની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત વ્યક્તિને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો ત્યારે ઈજાગ્રસ્ત પાસેથી ૩૦ હજાર રોકડા અને મોબાઈલ ફોન તેમજ ડોક્યુમેન્ટ મળી આવ્યા હોય જે રોકડા રકમ અને મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ પરત સોપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે



