Billboard ad 1150*250

ટંકારા : નાના ખીજડીયાના મકાનમાં ગેસનો બાટલો સળગતા અફરાતફરીનો માહોલ…

0 74
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

સળગતા બાટલાને બહાર કાઢતા કોઈ જાનહાની નહિ

        ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના એક મકાનમાં આજે બપોરના સુમારે ગેસનો બાટલો સળગી ઉઠ્યો હતો અને સળગતા બાટલાને પગલે લોકોનો જીવ પડીકે બંધાયા હતા જોકે સળગતા બાટલાને ખુલ્લા મેદાનમાં લઈ જઈને બાદમાં ઓળવી નાખવામાં આવ્યો હતો જેથી કોઈ અણબનાવ સર્જાયો નથી

        બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના રહેવાસી અમરદીપ ચૌહાણના ઘરમાં આજે ગેસનો બાટલો સળગવા લાગ્યો હતો અને બનાવ અંગે આસપાસના લોકોને જાણ થતા પડોશીઓ દોડી આવ્યા હતા સળગતા બાટલાના ખુલ્લા ગ્રાઉન્ડમાં લઇ જવામાં આવ્યો હતો જોકે બાટલો સળગ્યા બાદ આગને પગલે ઘરમાં વાયરીંગ તેમજ પંખો બળી ગયા હતા તેમજ રસોડામાં પણ સામાન બળી જવા પામ્યો હતો ગેસનો બાટલો સળગ્યો ત્યારે ઘરમાં બે મહિલા, બે બાળકો સહીત પાંચ લોકો હાજર હોય અને સળગતા બાટલાને પગલે તમામ લોકોમાં ભય ફેલાયો હતો

જોકે પાડોશીઓએ એકત્ર થઈને બાટલો ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈને બાદમાં ગેસ એજન્સી ટીમની મદદથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો બનાવમાં કોઈ જાનહાની ના થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે અડધો કલાક જેટલા સમય સુધી લોકોના જીવ પડીકે બંધાયા હતા અને સળગતો બાટલો ફાટશે કે કેમ તેવી દહેશત જોવા મળી હતી        

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat