Billboard ad 1150*250

લજાઈ પાસે ભેંસ શોધવા ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ મારમારી લૂંટી લીધો

0 771

ટંકારા પાસેના લજાઈ – હડમતીયા ગામની સીમમાં ભેંસ શોધવા ગયેલા શ્રમિકને ત્રણ લૂંટારુઓએ માર મારી લૂંટી લીધાનો બનાવ સામે આવ્યો છે, હાલ ભોગ બનેલા શ્રમિકને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસ દોડી આવી છે

બનાવની મળતી વિગત મુજબ ટંકારાના ઊગમણા નાકે રહેતા અને મજૂરીકામ કરતા સારૂભાઈ ભાણાભાઈ વાઘેલા આજે પોતાના ઘરે આવ્યા બાદ તેમની પાળલી ભેસ ઘરે આવી ન હોય ભેસ શોધવા હડમતીયા અને લજાઈ ગામની સીમમાં ગયા હતા.

જ્યા ત્રણ બુકાનીધારી લૂંટારું ત્રાટકયા હતા અને સારુભાઈના ગળામાંથી એક સોનાની ડોડી તથા ખિસ્સામાં રહેલા 5000 રૂપિયા લૂંટી અને તેને માર માર્યો હતો. જો કે ભોગ બનનાર પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલત વધુ ગંભીર જણાતા ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની જાણ થતાં મોરબી અને ટંકારા પોલીસ દોડી આવી હતી અને લૂંટારાઓએ ને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી જો કે આ ઘટનાંની હજુ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat